સન્માન અને વય નિવૃત્તિ સમારોહ - ૨૦૨૫
સન્માન અને વય નિવૃત્તિ સમારોહ - ૨૦૨૫
'ઉમંગ' એટલે ઉત્તર ગુજરાત મનોવિજ્ઞાન પરિવાર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના મનોવિજ્ઞાન વિષયના અધ્યાપકોનું આ એક એવું નિષ્ઠાવાન સંગઠન છે, જે શિક્ષણ અને સંસ્કારના સમન્વય દ્વારા વિષયની ગરિમા વધારવા કટિબદ્ધ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત અધ્યાપકોની પ્રતિભાને બિરદાવવાનો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવાનો છે. વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અધ્યાપકોનું સન્માન અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપીને 'ઉમંગ' પરિવાર મનોવિજ્ઞાન વિષયને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત કાર્યરત છે. આવો, આપણે સૌ સાથે મળીને આ વિષયને સમાજ ઉપયોગી અને પ્રેરણાત્મક બનાવીએ.
ઉમંગ ગીત